
દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરાયાગીર સોમનાથ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ઉપરાંત પ્રાંચી તીર્થ પણ આદ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થળ છે. પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્જયસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.જિલ્લા પ્રવાસન સમિતિની ગ્રાંટમાંથી અંદાજિત રૂ.૭૬,૬૬,૧૦૦ના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોમાંથી એક નેશનલ હાઈવેથી ૪૦૦ મીટર લંબાઈમાં ૭.૦૦ મીટર પહોળાઈ ધરાવતો રોડ તૈયાર થશે. આ રોડના કારણે માધવરાય મંદિર તરફ જવામાં બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા નહીં પડે અને સરળતાથી દર્શનાર્થીઓ દર્શન માટે જઈ શકશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ પરમાર, કાર્યપાલક ઈજનેર (પંચાયત) શ્રી અંકિત ભદૌરિયા સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)