ફિર હેરાફેરીની ટીમ સુરતમાં, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની બની સાક્ષી

બોલીવુડની કોમેડી ફિલ્મ હેરાફેરીની સ્ટાર કાસ્ટ એટલે કે, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સુરતના મહેમાન બન્યા હતા. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં સૌ પ્રથમ લોંગેસ્ટ હરક્યુલસ પીલર હોલ્ડ 160 કેજી ઈચ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોજાયો હતો. આ રેકોર્ડ 160 કિલો પ્રત્યેક વજનનો હતો. જેને એક મિનિટ અને 40 સેકન્ડ સુધી વજન ઊંચકવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જોઈને ફિર હેરાફેરીની ટીમ સાથે સૌ કોઈ અચંબિત રહી ગયું હતું. ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ હાજર રહી હતી.