ફેબ્રીકેશનના સાધનોની થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં સરકારી વાહનમા પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળેલ કે ઘોઘા સર્કલ, કબ્રસ્તાન ની દિવાલ પાસે,ગાર્ડન નર્સરી પાછળના ભાગે એક આછા વાદળી કલરનું ટી શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પહેરેલ પુરુષ વેલ્ડીંગ કરવાનું મશીન અને લોખંડના સળીયા કાપવાના ઇલેકટ્રીક મશીન સાથે ઉભેલ છે. જે તેણે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં રાહુલ ઘનશ્યામભાઇ પરમાર પાસેથી ફેબ્રીકેશનના કામમાં ઉપયોગી સાધનો મળી આવતાં તેની પુછપરછ કરતાં તે અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ સાધનો શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

મળી આવેલ સાધનો બાબતે પુછપરછ કરતાં દસેક દિવસ પહેલાં પોતાના શેઠ પ્રકાશભાઇ મકવાણાએ ફાયરની પાઇપ લાઇનનું કામ ચાલુ હોવાથી વેલ્ડીંગ મશીન, લોખંડના સળીયા કાપવાનું ઇલેકટ્રીક મશીન, ડ્રીલ મશીન, ચેઇન કપ્પો વિગેરે સામાન ઘોઘાસર્કલ પાસે આવેલ કોમ્પલેકસમાં રાખેલ. તે સામાન વહેલી સવારના પાંચેક વાગ્યે જઇને ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)