ભાવનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાને લઈને સતત સક્રિય લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં নিষિદ્ધ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો એક ફોર વ્હીલમાં છુપાવાઈને લાવવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે ચોકસાઈથી આ ખેપ પકડી પાડતાં ₹6.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના સુચનાથી અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર એ.આર. વાળા તથા સ્ટાફના અધિકારીઓએ સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઘટનાની વિગતો:
પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી કે વડોદરા ખાતે રહેતા ચિરાગ મુકેશભાઈ વાળંદ તેમની ટોયોટા ઇનોવા (રજી. નં. GJ-05-CG-4671) ગાડીમાં દારૂ ભરાવીને નારી ચોકડી પાસે બ્રીજ નીચે ઉભા છે. પોલીસે સ્થળ પર પહોંચીને ગાડીની તપાસ કરતાં આગળની સીટ નીચે બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી દારૂના બોટલ અને બિયર ટીનનો મોટો જથ્થો મળ્યો હતો.
પોલીસે ચિરાગ વાળંદને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો જ્યારે તેનો સાગરીત ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા હાલ ફરાર છે અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલનું વર્ણન:
BAGPIPER WHISKY (180 ML) – 224 બોટલ – કિંમત ₹59,136
RITZ RESERVE WHISKY (180 ML) – 240 બોટલ – કિંમત ₹40,000
LONDON PRIDE ORANGE VODKA (180 ML) – 144 બોટલ – કિંમત ₹24,400
MOUNTS 6000 BEER (500 ML) – 24 ટીન – કિંમત ₹2,760
ટોયોટા ઇનોવા કાર – કિંમત ₹5,00,000
મોબાઇલ ફોન – 1 નંગ – કિંમત ₹5,000
કુલ જપ્ત મુદ્દામાલની કિંમત – ₹6,32,176
આ કેસમાં આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં Gujarat Prohibition Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
કાર્યમાં સહભાગી પોલીસ ટીમ:
ઈન્સ્પેક્ટર એ.આર. વાળા, પીઆઈ પી.બી. જેબલિયા અને સ્ટાફમાંથી અજિતસિંહ મોરી, હીરેન સોલંકી, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખ પરમાર અને પ્રજ્ઞેશ પંડ્યાની સરાહનીય ભૂમિકા રહી હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર