જુનાગઢ, 05 માર્ચ 2025
જુનાગઢ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને ગૌવંશ મુક્ત રાખવા માટે સતત પ્રયાસશીલ છે. શહેરીજનો જાહેરમાં ગૌવંશને ઘાસચારો નાપી ગંદકી ફેલાવતા હોય, તેને અટકાવવા માટે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
महાનગરપાલિકા કમિશનર ડૉ. ઓમ પ્રકાશની સૂચનાથી, નાયબ કમિશ્નર એ.એસ. ઝાંપડા અને ડી.જે. જાડેજાની આગેવાનીમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો સામે તવાઈ બોલાઈ છે. અત્યાર સુધી ૧૭૨ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
📍 ગૌવંશ માટે દાન
આજ રોજ ખામધ્રોળ રોડ, ટોરેન્ટ ગેસ પાસેની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને ૫૦ મણ લીલાઘાસનું દાન મળ્યું. દાતાશ્રીએ પોતાનું નામ જાહેર કર્યું નથી.
સાથે જ કાન્તીભાઈ પ્રેમજીભાઈ ટીમાણીયાએ ₹500 અને રાજશીભાઈ નાથાભાઈ દીવરાણિયાએ જન્મદિવસ નિમિત્તે ₹1,111નું રોકડ દાન કર્યું. આમ, કુલ ₹1,611નું દાન પ્રાપ્ત થયું.
📢 “ફ્રેન્ડસ ઓફ કેટલ” – ગૌવંશ માટે દાન આપવાની સુવિધા
શહેરીજનો મહાનગર સેવા સદન, જુનાગઢના વિવિધ ઝોનલ ઓફિસોમાં જઈને ગૌશાળાઓ માટે ઘાસચારો અથવા રોકડ રકમનું દાન આપી શકે છે.
📍 દાન માટે ઉપલબ્ધ ગૌશાળા:
1️⃣ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ પાસે ગૌશાળા
2️⃣ સુખનાથ ચોક સાવજના ડેલા પાસે ગૌશાળા
3️⃣ શહેરની અન્ય ગૌશાળાઓ
👉 દાન કરનારને પાકી પહોંચ આપવામાં આવશે, અને રકમનો ઉપયોગ ગૌવંશ માટે જ થશે.
📌 અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જુનાગઢ