મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસ ના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. તેમજ જાહેર માર્ગ/જાહેર સ્થળો માં ગૌવંશ અડચણરૂપ બને છે.
મહાનગરપાલિકા,જૂનાગઢના કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી ઝાંપડા,નાયબ કમિશનરશ્રી જાડેજા દ્વારા જુનાગઢ મહાનગર પાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જેથી જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાશે તો મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ શહેરીજનો એ નોંધ લેવી.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગરપાલિકા, જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં તા:૨૦/૧૧/૨૦૨૪ના રોજ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં શ્રી દર્શન હરસુખભાઈ રાદડિયાના સ્મરણાર્થે તેમના પિતા બાયોલોજીસ્ટશ્રી એચ.એફ. રાદડિયા અને તેમના માતુશ્રી સરોજબેન રાદડિયા તથા તેમના ધર્મપત્નીશ્રી નીમાબેન રાદડિયા અને તેઓના પુત્ર દૈવિક રાદડિયા દ્વારા રૂ.૧૦,૦૦૦/- ના ખોળનું દાન કરવામાં આવ્યું હતું.આ રીતે તેમના દ્વારા સૌ શહેરીજનોને અપીલ કરેલ છે કે મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધીએ.
મહાનગરપાલિકા, જુનાગઢ ની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર,જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન),ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ,શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પહોંચ આપવામાં આવશે.તેમજ મહાનગર પાલિકા, જૂનાગઢ ની ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને પણ જાતે ઘાસચારાનું દાન કરી શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)