બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..

બનાસકાંઠા

૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાય છે ત્યારે ભારત સરકાર દ્વારા ૨૧મી જૂન ૨૦૨૪ના રોજ “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી

ત્યારે આજે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે ચેરમેન પી.જે.ચૌધરીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરિયા મેડિકલ કોલેજ ખાતે કોલેજના ડિન કે.કે.શર્મા, સીઈઓ મનોજકુમાર સટ્ટીગિરી. સિવિલ સુપ્રીટેંડેન્ટ ડો.સુનિલભાઈ જોશી, ડો.જવાહર ચંદાણી સહિત ઈંટર્ન ડોક્ટર તેમજ ઓફિસ સ્ટાફ હાજર રહી.યોગ દીવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)