બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમીતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનું ઉદ્દઘાટન કરાયું હતું. બનાસકાંઠા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, બનાસ બેન્ક અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો, પદાધિકારીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં જિલ્લાની નવીન ૧૩ સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, ચેક સહાય તથા લાભાર્થીઓને Rupay કાર્ડ વિતરણ કરાયા હતા. સહકાર થી સમૃધ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો અને લાભાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં વાવ ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોરએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રીએ ગ્રામ્ય લોકોના વિકાસને ધ્યાનમાં રાખીને અલગ સહકાર મંત્રાલય ઊભું કર્યું છે.

તેમણે સહકાર વિભાગને મજબૂત કરવા તથા સહકાર થી સમૃદ્ધિ તરફ લોકોને આગળ આવવા અપીલ કરી હતી. બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતરએ જણાવ્યું કે, સહકારી સેવા મંડળીઓ થકી ૫૪ માંથી વિવિધ ૧૬ આયામોનો સ્વીકાર કરાયો છે. સહકારી મંડળીઓના સહયોગથી ગ્રામ્ય ક્ષેત્રે લોકોને વિવિધ સેવાઓ મળી રહેશે. બનાસ ડેરીએ દૂધ સિવાય પણ લોકોને રોજગારી મળી રહે તે દિશામાં કામ કર્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા રજીસ્ટ્રારશ્રી ડી.વી.ગઢવીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનું સહકાર ક્ષેત્રે મોટું યોગદાન રહેલું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો અને સહકારી માળખા થકી લોકોની સેવા કરવાનું ઉમદા કામ કરે છે. ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળીઓ દ્વારા લોકોને વિવિધ લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

આ મેગા ઇવેન્ટમાં વાવ ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોર, પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, ઈ.ચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ, જિલ્લા રજીસ્ટ્રારશ્રી ડી.વી.ગઢવી, બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખશ્રી પી.જે.ચૌધરી, વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી, શ્રી કેશુભા પરમાર, જિલ્લા અગ્રણી કિર્તીસિંહ વાઘેલા, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી પરબતભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- બ્યુરો, (પાલનપુર)