બનાસકાંઠા.
ફરિયાદીના વેવાઈ પર સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે અરજી થયેલ જે અરજી તપાસ આ કામના આરોપી હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહેલ હોય જે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારૂ અવેજ પેટે રૂ. ૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ એક જાગૃત નાગરીક આપવા માંગતા ન હોય અને એક જાગૃત નાગરીકએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનું છટકુ ગોઠવેલ જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારતા જ બેણપ ગામે પકડાઇ ગયા ગયા હતા.જેમાં ટ્રેપિંગ અધિકારી શ્રી એન. એ. ચૌધરી,અને સુપરવિઝન અધિકારી :
શ્રી કે. એચ. ગોહિલએ આરોપીને જેલહવાલે કર્યા હતા.
અહેવાલ :- ગુજરાત બ્યુરો