બળાત્કાર ના ગુન્હા માં સંડોવાયેલ ભગતા ફરતા આરોપી ને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ..

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડતી ​ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ,

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન પો.કો. કેવલભાઇ સાંગા તથા એજાજખાન પઠાણને સંયુકત રીતે બાતમી મળેલ કે, દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ વાસુરભાઇ કથડભાઇ પરમાર રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર (૨) હર્ષદભાઇ હીરાભાઇ શિયાળ રહે. રહે.વેજોદરી તા.તળાજા જી.ભાવનગરવાળાઓ પોત-પોતાના ઘરે હાજર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાઓએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવેલ.જેથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

પકડવાના બાકી આરોપીઓ-
1. વાસુરભાઇ કથ્થડભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર
2. હર્ષદભાઇ હીરાભાઇ શિયાળ ઉ.વ.૨૩ રહે.વેજોદરી વાડી વિસ્તાર,રોજીયા રોડ,તા.તળાજા જી.ભાવનગર

આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-
દાઠા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૨૫૯/૨૦૨૩ ઇ.પી.કો કલમઃ-૩૬૩,૩૬૬, ૩૭૬(૨), (જે),(એન)૧૧૪, તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમઃ-૪,૮,૧૭ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી

 

અહેવાલ :- ગુજરાત બ્યુરો