બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા માળખાકીય સુવિધા પૂરી પાડવા સહાય

રાજયની બાગાયત વિકાસ યોજના અંતર્ગત બાગાયતી પાકોના વિવિધ ક્લસ્ટરો ઊભા થયેલ છે તેમજ નવા ક્લસ્ટર ઊભા થવાની સંભાવના છે. મોટાભાગના પાકોની સંગ્રહશક્તિ ઓછી હોઈ, સંગ્રહ માટે સ્થાનિક કક્ષાએ કાપણી પછીની વ્યવસ્થા( Post Harvest Management) માટે માળખાકીય સુવિધા ઊભી થવી જરૂરી છે. જેથી બાગાયતી ઉત્પાદનોને સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બજારો સાથે સાંકળી શકાય. નાના-સીમાંત ખેડૂતો સંગઠીત થઈ ખેતપેદાશોનો સંગ્રહ, મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થા ઊભી કરી શકે અને ખેડૂતોને સારા બજાર ભાવો મળી શકે.

જેથી બાગાયત ક્ષેત્રે કલેક્શન, ગ્રેડિંગ, શોટિંગ પેકિંગ એકમો, સંગ્રહ વ્યવસ્થા ફૂડ ટેસ્ટિંગ/કોલ્ડ ચેઇન, પ્રાયમરી કે મિનિમમ પ્રોસેસિંગ જેવી માળખાકીય સુવિધાઓ માટેની સહાય એકમ ખર્ચ: મહત્તમ રૂ ૧૦૦.૦૦ લાખ/ એકમ સહાયનું ધોરણ વ્યક્તિગત/ ખાનગી સંસ્થા ને ૫૦ ટકા મુજબ રૂ. ૫૦.૦૦ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ફાર્મર પ્રોડેયુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈને ૭૫ ટકા મુજબ રૂ. ૭૫.૦૦ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. વધુ માહીતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુકૃષિભવન,નિલમબાગ,તાલુકા સેવા સદનની બાજુમાં,જૂનાગઢ ફોન નં.(૦૨૮૫) ૨૬૩૫૦૧૯ ખાતે સંર્પક કરવા જણાવાયુ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)