📍 સ્થળ: બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન
📅 તારીખ: 24/11/2024
બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ ટીમે ફરીયાદ મળ્યા બાદ ચોરી થઈ ગયેલી બે મોટરસાયકલ શોધી કાઢવામાં સફળતા મેળવી છે અને એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે.
🔍 ઘટનાની વિગતો:
તારીખ 23/11/2024 ના રોજ સાંજના આશરે 7:30 થી 24/11/2024ના સવારે 9:00 વાગ્યા દરમિયાન સુરાલી ગામમાં ગ્રામ પંચાયત ઓફિસ સામેમાંથી દે આંગળીય મો.સા. ચોરી થયાનું બહાર આવ્યું હતું.
ચોરી થયેલ વાહનો:
- Honda Dio (રજી. નંબર GJ-19-BK-9991) – અંદાજિત કિંમત ₹45,000/-
- Honda Splendor (રજી. નંબર GJ-19-C-9109) – અંદાજિત કિંમત ₹10,000/-
ફરીયાદની અસરકારક તપાસના ભાગરૂપે બારડોલી રૂરલ પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી બંને વાહનો કબજે કર્યા છે. વધુ તપાસ દરમિયાન આરોપીની પણ ઓળખ થઇ.
📌 પકડાયેલ આરોપી:
🔹 નામ: નિકુંજભાઈ જીતેન્દ્રભાઈ ચૌધરી
🔹 ઉંમર: 26 વર્ષ
🔹 સ્થાયી રહેવાસી: કેહરગામ સરપંચ ફળીયુ, તા. વાલોડ, જી. તાપી
🔹 હાલનો પતાનો: રૂપણ ગામ, કોળી ફળીયુ, તા. માંગરોળ, જી. સુરત
📌 આરોપીનો ગુનો:
પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અને જણાવ્યું કે તેણે મોજશોખ માટે મોટરસાયકલની ચોરી કરી હતી. આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🔒 ગુનો નોંધાયેલ:
📁 ગુ.ર.સં. 11214070240905/2024
📜 કલમ: ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2)
અહેવાલ :- સંતોષ જયસવાલ, સુરત ગ્રામ્ય