સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ,જુનાગઢ દ્વારા મહાનગર ના પ્રોજેક્ટ ચેરમેનશ્રી દિલીપભાઈ ટીટીયા, શ્રી કે ડી પંડ્યા,શ્રી હસુભાઈ જોશી, મહેશભાઈ જોશી, શ્રી નવીનભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન આરતીનો કાર્યક્રમ તા. 2 ફેબ્રુઆરી 2025 ને રવિવારે સાંજના પાંચ થી છ ના સમયે બીલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે .
જેમાં બીલનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી ગણેશાનંદજી તેમજ હાસ્ય કલાકારશ્રી જીતુભાઇ દ્વારકાવાળા નું સન્માન પણ કરવામાં આવશે તો દરેક સભ્યશ્રીએ આરતીમાં પોતાનું આઈકાર્ડ પહેરી ઉપસ્થિત રહેવાનું છેઆ પૂજન અર્ચન આરતીમાં આવનાર દરેક સભ્યશ્રીએ તા. 26 જાન્યુઆરી 2025 સુધીમાં પોતાનું નામ શ્રી શૈલેષ પંડ્યા ના મો.નં.98 98 333 918 ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી વ્યવસ્થા કરવાની સરળતા રહે તેમ એક યાદી માં જણાવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)