બીએપીએસ.ના વડાશ્રી પૂજય મહંત સ્વામી મહારાજ ની હાજરીમાં અક્ષર મંદિર, જૂનાગઢ ખાતે ‘શહેર સાંસ્કૃતિક દિન’ ઉજવાયો.

જૂનાગઢ

જૂનાગઢ નાં આંગણે મોંઘેરા મહેમાન બનેલા મહંત સ્વામી મહારાજ સાથે આજે અક્ષર મંદિર ખાતે સભા સ્થળે તેમની પ્રાતઃ પૂજા બાદ તેમનાં આપેલાં સૂત્ર ‘ગુણાતીત ભાવે થવું અને બધાને ગુણાતીત ભાવે રંગવા’ વિષેનો ગૂઢાર્થ, સંતોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં સમજાવેલ.

આજની સોનેરી સાંજે સભાગૃહમાં હરીભક્તો, મહેમાનોની ખીચોખીચ હાજરી માં સભાના પ્રારંભે પ્રખર વક્તા અને લેખક પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘જુનાગઢ અને સ્વામિનારાયણ સંપ્રદાય’ વિષય ઉપર પર માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું.

આજની સભામાં ‘શહેર સાંસ્કૃતિક દિન’ યોજાયો હતો. જેનો બીજ વિચાર ‘ ગિરનાર ડોલે ગિરનાર બોલે ’ રહ્યો હતો. પ્રાચીન પુરાણ કાળથી સોરઠની ધીંગી ધરતી પર ચિરંજીવી જોગી ની જેમ ધૂણી ધખાવીને બેઠેલો ગિરનાર , અનેક દેવ દેવીઓના સત્ અને ચરિત્રોનો ,ઋષિમુનિ ઓનાં તપનો સાક્ષી છે. બીએપીએસ.ના બાળ-યુવકો હરિભક્તો દ્વારા સભા મંચ પર એવી સુંદર પ્રસ્તુતિ રજૂ થઈ હતી કે ગઢ ગિરનાર આજથી સવા બસ્સો વર્ષ પૂર્વે પ્રગટેલા શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનશ્રી ઘનશ્યામ મહારાજ જૂનાગઢ પધારેલા ત્યારે જૂનાગઢ ના નવાબ સહિત જૂનાગઢની પ્રજાએ તેમને આવકારીને તેમને હાથી પર બેસાડીને નગરયાત્રા કાઢી હતી તેનો પણ સાક્ષી રહ્યો છે. મંચ ઉપર પણ કૃત્રિમ હાથી ઉપર બિરાજેલ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તથા ભક્તોના નાચ ગાન કરતા સંઘ દ્વારા શ્રીસ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રાની સુંદર પ્રસ્તુતિ થઈ હતી. અને ત્યારબાદ જૂનાગઢ શહેરમાં સ્વામિનારાયણ ભગવાન ની ગુરુ પરંપરામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ તથા સાંપ્રતકાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો ની આંખ્યો દેખી ગાથાનો ઇતિહાસ ગિરનાર પરિવેશમાં યુવક અને અન્ય યુવા-બાળકોના સંવાદ અને સુંદર નૃત્ય દ્વારા કરાઈ હતી.પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રશ્ન દ્વારા તેમના ગુરુ યોગીજી મહારાજની જુનાગઢ ખાતેની સ્મૃતિઓ પણ તાજી કરાઈ હતી. અંત ભાગમાં પરમ પૂ. મહંત સ્વામી મહારાજ ને હારતોરાથી વધાવીને ઠાકોરજી ની આરતી ઉતારાઈ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)