બીલનાથ અન્નક્ષેત્ર, જૂનાગઢ નો ચોથા વર્ષમાં પ્રવેશ.

જૂનાગઢઃ

જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ આવેલ સુપ્રસિધ્ધ બીલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં “શ્રી બીલનાથ અન્નક્ષેત્ર” પ.પૂ. બ્રહ્મલીન ગોપાલાનંદજી બાપુના આશીર્વાદ અને સુરેવધામ, ચાંપરડા આશ્રમ ના મહંતશ્રી પૂ.મુકતાનંદ બાપુ ગુરુ ભગવતીનાનંદ બાપુ દ્વારા સંચાલિત અન્નક્ષેત્ર છેલ્લા ત્રણ વર્ષથી અવિરત ચાલી રહ્યું છે.

જેનો તા.૨૪/૫/૨૪ ના રોજ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.

નરેન્દ્ર ભાઈ દવે ના જણાવ્યા મુજબ આ અન્નક્ષેત્ર દ્વારા નાત જાત ધર્મ ના ભેદભાવ વગર અનાથ,અપંગ, અશકત, બિમાર, જરૂરિયાતમંદ લોકો તથા સિનિયર સિટીઝનો કે જેઓ ને કોઈ રસોઈ બનાવી આપે તેમ ન હોય તેવા અનેક લોકો માટે આ અન્નક્ષેત્ર આશિર્વાદરૂપ બની ગયું છે. જમવા માટે ન આવી શકે તેવા લોકો માટે ટીફીન પણ ભરી આપવાની સુંદર વ્યવસ્થા થી ઘણા ની આંતરડી ઠરે છે તેનાથી સુકુન મળે છે.

તેમ શ્રી બીલનાથ અન્નક્ષેત્ર ના વ્યવસ્થાપકશ્રી ચંદુભાઈ એ જણાવેલ.

દરેક જીવમાત્ર ને સહાયરૂપ થવા માટે જેમણે ભેખ ધારણ કરેલ છે તેવા પૂ.મુકતાનંદ બાપુ ની દિર્ઘ દ્ષ્ટિ થી હાલમાં અનેક પ્રકારના સેવાકાર્ય અલગ અલગ સ્થળે થઈ રહ્યા છે તેમ પણ શ્રી ચંદુભાઈ એ જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)