બેંક એકાઉન્ટો મેળવી સાયબર ફ્રોડ કરી એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવી આંગડીયા, હવાલા મારફતે નાણાની હેરફેર કરતી આંતરરાજ્ય સાયબર ક્રિમિનલો ની ગેંગના આઠ શખ્સો ઝડપાયા

જૂનાગઢ હાલમાં ભારતભરમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર ક્રાઈમ કરનારા અપરાધીઓ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી થી નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટોની વિગત મેળવી તેનો સાયબર ક્રાઈમના ગુન્હાને અંજામ આપવાનું કામ કરતી એક ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે એક યુવતી સહિત કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે, સાયબર ફ્રોડ કરી નાણાં પડાવતી ગેંગ જુનાગઢ વિસ્તારમાં સક્રીય થઇ હોવાની પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જુનાગઢ રેન્જના મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા આવા ક્રાઈમને અટકાવવાની સક્રિય કામગીરી કરવા સુચના મળતા. સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સી.વી.નાયક અને તેમની ટીમ દ્વારા આ બાબતે સતત વોચ રાખવામાં આવતા જે દરમ્યાન એક અરજદાર દ્વારા અરજી મળતા ગુનો નોંધી કુલ 8 આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી જેમાં અલગ અલગ કુલ 200 જેટલા બેંક એકાઉન્ટોની સંડોવણી પ્રાથમિક રીતે ખુલી આવેલ અને હાલમાં કુલ 82 બેંક એકાઉન્ટ વિરૂધ્ધ આખા દેશમાં NCCRP પોર્ટલ પર કુલ 152 ઓનલાઈન ફરિયાદ નોંધાયેલ છે. ત્યારે 42 જેટલા બેંક એકાઉન્ટોમાં રૂપિયા 50 કરોડ બત્રીસ હજાર 366નું સાયબર ફ્રોડ કરેલ છે.હાલ પોલીસ દ્વારા બીજા બેંક એકાઉન્ટસની વિગત મેળવવાની કાર્યવાહી ચાલુ છે , ઝડપાયેલા આ ગેંગમાં અભિષેક માથુકીયા , સચિન વોરા, આર્યન મહેબુબ પઠાણ , ધર્મેશ ગોહેલ, તેમજ સતિષ દેવરાજ કરમટા , અબ્દુલકરીમ હશન જેઠવા , આશીફ રહીમ બેલીમ અને એક યુવતી નયના ઇન્દ્રવદન ટાંકને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)