જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત“ ખાસ મહિલા ગ્રામ સભાનું” આયોજન બંધાળા ગ્રામપંચાયત ખાતે જિલ્લાપંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમના અધ્યક્ષશ્રી હરેશભાઈ ઠુંમરે ગ્રામસભા અને ખાસ મહિલાઓની ભૂમિકા અને આજની ઝડપી દિનચર્યામાં પોતાનું અને પરિવારનું તંદુરસ્ત સંચાલનની સાથે ગામના કાર્યોમાં પણ ભાગીદાર થવા અને સરકારી યોજનાઓનો લાભ મેળવી સ્વસહાય જૂથની બહેનોને પ્રગતિ કરવા જણાવ્યુ હતું. DHEWનાં મિશન કોર્ડીનેટર કૃપાબેનખુંટ દ્રારા મહિલાઓને મળેલ બંધારણીય હક્કો, ફરજો અને પંચાયતોના અધિકારો વિશે ચર્ચા કરી આજના આપુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સમાનતા હક્કો તેમનું સામજિક સ્થાન અને પંચાયતી રાજમાં મહિલાઓના સ્થાન અનામત જોગવાઈઓ તેમજ બાલિકા પંચાયતમાં દીકરીઓની ભૂમિકાના સમાવેશ કાર્યો, એજન્ડા, ઠરાવો વગેરે વિશે માહિતી આપી હતી.ત્યાર બાદ મહિલાઓને osc નાં કેન્દ્ર સચાલક અંકિતાબેન દ્રારા ઘરેલું હિંસા, મહિલાલક્ષી કાયદા, સાયબરક્રાઇમ, સખીવનસ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત બાલિકા પંચાયતનાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે સંવાદ કરી બાલિકા પંચાયતની શું કામગીરી છે તે માટેની માહિતી આપવામાં આવી. તેમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજનનો હેતુ ઉપસ્થિત મહિલાઓને ઉપરોક્ત વિષય અન્વયે માહિતગાર કરવાનું અને ક્ષમતા નિર્માણ કરવાનું હતો.કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અનકભાઈ ભોજક, સરપંચશ્રી ચંપાબેન ગોંડલીયા, તલાટીકમ મંત્રીશ્રી ખ્યાતિબેન તથા ગ્રામ પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)