બોટાદ એસઓજી પોલીસે ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં હથીયારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દબોચી લીધો.

બોટાદ

બોટાદ એસઓજી પીઆઈ એમ જી જાડેજા અને પીએસઆઈ એ એમ રાવલ અને સ્ટાફ પેટ્રોલિંગ મા હતા તે દરમ્યાન મળેલી માહિતી અનુસાર સાકરડી ગામના માવજીભાઈ દાનાભાઈ જમોડ જે ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં હથીયારના ગુન્હામાં ફરાર છે તે હાલ સાકરડી આવેલા છે. જેથીએસઓજી પોલીસની ટીમે સાકરડી ગામે તપાસ કરતા ગામના બસસ્ટેશન પાસેથી માવજીભાઈ જમોડની એસઓજી પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)