બોટાદ જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

બોટાદ

બોટાદ જિલ્લાની મોટા ભાગની આશા વર્કર બહેનો આજે એક સાથે મળીને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા માંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો સૂત્રોચ્ચાર કરતા કરતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું

બોટાદ કલેકટર કચેરી ખાતે જ્યારે આશા વર્કર બહેનોની માંગ એવી હતી કે તેઓને 25 ટકા અને 50 ટકા પગાર માં વધારો આપવામાં આવે અને આશા વર્કર બહેનોને ઓન લાઇન કામગીરી માં અધિકારીઓ વધારે પડતું પ્રેસર આપી રહ્યા છે તેમાં પણ સુધારો કરવામાં આવે અને ચૂંટણી સહિતની કામગીરીમા પાણી નું પણ પૂછતાં ન હોવાના કારણો અને ખાસ છેલ્લા 11 મહિનાથી પગાર ન થયો હોવાના આક્ષેપો સાથે આશા વર્કર બહેનોએ આજે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત સાથે વિનંતી કરી હતી અને જો આવતા દિવસોમાં તેઓની જે માંગણીઓ જે છે તે નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન અને હડતાલ પર ઉતરી આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)