બોટાદ જિલ્લાના ગઢડા ગામમાં માનવતા હજી પણ છે એ સત્ય કરી બતાવ્યું.

બોટાદ

ગઢડામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ, આઈ શ્રી સોનલ જીવદયા ગૌશાળાના યુવા સદસ્યો એ ગૌ સેવા સાથે માનવસેવાની કામગીરી નું બીડું ઝડપ્યું છે, ત્યારે આજરોજ લક્ષ્મી વાળી પાસે વજુભાઈ નામના વ્યક્તિ ગંભીર હાલતમાં રસ્તા પર પડ્યા હતા, આ યુવાનોને જાણ થતા તેઓએ 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ આ નીસહાય વૃદ્ધ ને બાલ દાઢી કરાવી, સ્નાન કરાવી સ્વચ્છ કપડા લાવી પહેરાવ્યા ત્યારે રખડતા બીમાર પશુ પંખી સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવનાને ગઢડા શહેરની જનતા બિરદાવી રહી છે

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)