બોટાદ
હાલ થોડા સમયથી વરસાદનું આગમન થયું છે. ત્યારે શેરીઓમાં અને જાહેરમાર્ગો પર ભરાયેલા વરસાદી પાણીથી અનેક રોગ થવાની સંભાવના રહે છે. ખાબોચીયામાં ભરાયેલું પાણી વધારે દિવસો સુધી ખુલ્લુ રહેવાથી તેમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર ઉદ્ભવતા હોય છે. પરંતુ ગ્રામજનોને ગંદકી અને રોગચાળાનો સામનો ન કરવો પડે તે માટે રોજીદ ગામ એમપીએચડબલ્યુ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ દ્વારા ડાયફ્લુબેન્ઝયુરોન છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)