બોટાદ
બોટાદમાં કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ચાઈલ્ડ કેર કોર્નરને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જિલ્લા સેવા સદન ખાતે અનેક મહિલા કર્મયોગીઓ કાર્યરત છે ત્યારે તેમના બાળકોને પારણાં સહિતની સુવિધાઓ તથા રમવા માટે કલેકટર કચેરી ખાતે જ અલાયદો કક્ષ બનાવવામાં આવ્યો છે જેથી બાળકો ત્યાં સમય પસાર કરી શકે. આ કક્ષ કલેક્ટરશ્રીની વિશેષ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. જેમાં ઘોડિયા, વિવિધ રમકડાં, બેડ તથા સોફા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા જિલ્લા કલેકટરશ્રીની બાળકો પ્રત્યેની વિશેષ સંવેદનાને ધ્યાને લઈ આ સુંદર કક્ષ બનાવવામાં આવ્યો છે.
આ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ જિલ્લા અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બલોલિયા, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા, નિવાસી અધિક કલેકટર શ્રી પી. એલ. ઝણકાત સહિતના અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)