બોટાદના રોહિશાળા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય સમીતીના ચેરમેનના હસ્તે આર્યુવેદીક દવાખાનાંનુ કરાયું લોકાર્પણ.

બોટાદ

લોકોને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ ને વધુ મળી રહે તેવા સરકારના ઉમદા હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદના રોહિશાળા ગામના નાગરીકોને આરોગ્યની ભેટ મળી છે.

રોહિશાળા ગામના નાગરીકોને આરોગ્યની ભેટ.

રોહિશાળા ગામે લાખો રૂપિયાના ખર્ચે અધતન સુવિધાઓથી સજ્જ જિલ્લા પંચાયત દ્વારા આર્યુવેદીક દવાખાનાંનુ બનાવવામાં આવ્યુ છે. ત્યારે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર, આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળા ના હસ્તે અને આરોગ્ય અધિકારીઓ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આર્યુવેદીક દવાખાનાંનુ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય અધિકારી, રાજકિય આગેવાનો અને ગામના નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમારે જણાવ્યું હતું.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)