રાજકોટ
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીયશાળા રાજકોટ ખાતે તા.30/6/24 ના રોજ જયેશભાઈ ઉપાધ્યાય ના માર્ગદર્શન નીચે સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઠ ના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજાના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, વિનુભાઈ પારેખ, કિરીટભાઈ રાજપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાય તથા સુરેશભાઈ મારુ દ્વારા મનસુખભાઈ વાજા નું સન્માન કરવામાં આવેલ હતું.
અહેવાલ :- અહેવાલ ગુજરાત બ્યુરો