બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

જૂનાગઢ: બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ વર્ષે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ હેઠળ વિવિધ રોચક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સહયોગમાં અને બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.

આ વર્ષે યોજાનારા મુખ્ય કાર્યક્રમોમાં વેશ ટુ વેલ્થ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વૃક્ષારોપણનો સમાવેશ થાય છે. દરેક નાગરિકને પ્લાસ્ટિકના ઉપયોગને ઓછું કરવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે અને ભાગ લેતા દરેક સ્પર્ધકને પાર્ટિસિપેટ સર્ટિફિકેટ આપવામાં આવશે.

લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી પ્રતાપસિંહ ઓરા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન તૈયારી કરવામાં આવી છે.

આ સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા હરીત હવામાનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ દ્વારા સમુદાયમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિપ્રત્યે જાગૃતિ લાવવી અને આગામી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણની સંરક્ષા કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ