આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025 નિમિત્તે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રસ્થાપિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા કેન્દ્રના ચેરમેન શ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગ મંડળો સાથેના સંયુક્ત ઉપક્રમે યોજાયો.
ઉલ્લેખનીય છે કે, યોગ કાર્યક્રમમાં જુદા જુદા સ્થળોએ યોગક્રિયાઓ કરાવવામાં આવી હતી, જેમાં ઓમકારેશ્વર મંદિર, દીપાંજલિ યોગ ક્લાસ, બાલા હનુમાન મંદિર, સુરભી એપાર્ટમેન્ટ, કોમન પ્લોટ, મોતી પેલેસ ટાઉનશીપ, વંથલી રોડ યોગ કલાસ, રામનાથ મંદિર યોગ કલાસ ટીંબાવાડી તેમજ બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢનો સમાવેશ થાય છે.
દરેક સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પુરૂષો તથા મહિલાઓએ સ્વૈચ્છિક ભાગ લીધો હતો અને ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો હતો.
વિશેષ તરીકે દરેક પાર્ટીસિપેન્ટને વિજ્ઞાન કેન્દ્ર તરફથી પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રવિણાબેન વાઘેલા, મૃણાલિબેન વૈદ્ય, અમીબેન સૂચક, અલકાબેન પરમાર, નાથાભાઈ, ભરતભાઈ સહિતના કાર્યકરોની મહેનત પ્રસંશનીય રહી હતી.
આ સમગ્ર માહિતી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી પ્રતિપસિંહ ઓરા દ્વારા જાહેર કરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ