બ્લોકને કારણે વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 19મી અને 20મી જુલાઈના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

જૂનાગઢ

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડીવીઝનમાં નોન-ઇન્ટરલોકીંગની કામગીરીને કારણે બ્લોક લેવામાં આવનાર છે, જેના કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 19 અને 20 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. ભાવનગર ડીવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

1. વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન (19120) 19.07.2024 અને 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

2. ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ચાલતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન (19119) 20.07.2024 અને 21.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો આ ટ્રેનોના પરિચાલન સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)