ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની શિક્ષણ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રીમતી સુનૈના તોમરે મૂલાકાત લીધી.

જૂનાગઢ તા. ૧૩, આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાતે રાજ્યનાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ, શ્રીમતી. સુનૈના તોમર IAS, પધાર્યા હતા.
સુશ્રી તોમરે યુનિ.નાં કૂલપતિશ્રી અતુલભાઇ બાપોદરા, કુલસચિવ ડો.મયંક સોની, યુનિ.નાં એક્ઝુકેટીવ કાઉન્સીલનાં સભ્ય ડો.જયભાઇ ત્રિવેદી, યુનિ.નાં વિભાગીય વડાઓ અને અધિકારીઓ સાથે યુનિ.નાં શેક્ષણિક કાર્ય અને યુનિ.માં ઉપલબ્ધ માનવબળની સમીક્ષા કરી હતી. યુનિ.નાં નુતન ભવનનાં નિર્માણ કાર્યની શ્રીમતિ સુનૈના તોમરે બાંધકામ સ્થળની જાત મુલાકાત કરી થઇ રહેલ બાંધકામ અને આનુસાંગિક બાબતોની જાત જાણકારી મેળવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ