ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગીતા કર્મયોગ જ્ઞાન સમજ પર યોજાયો સંવાદ.

જૂનાગઢ તા.૦૪ : દ્વારકાથી સમ્ભલ ભૂમિ સુધી, ભારત તિય સ્વતંત્રતા દિવસ અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે “ગીતા કર્મયોગ યાત્રા” ૧ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમ્યાન રાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પ્રવેશી રહી છે. યાત્રાના મુખ્ય સંયોજક રામકૃષ્ણ ગોસ્વામી તથા હોદેદારોના ઉપસ્થિતિમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના મધ્યસ્થ ખંડમાં “ગીતાજ્ઞાન કર્મયોગ”ની સમજ આપતો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રો. ચૌહાણે જણાવ્યું કે વ્યક્તિનું આચરણ જ જીવનનું લક્ષ્યનિર્ધારક બની શકે છે. ખેડૂત પોતાનાં ખેતરમાં વાવેતર કરીને કહે છે કે, “જે હરી ઇચ્છે તે થશે,” એ જ ગીતા છે. સુખદાયક સંયોગો કરતાં મુક્તિ માટેનું કાર્ય શ્રેષ્ઠ છે. જે વિવેકપૂર્ણ છે તે જ જ્ઞાની કહેવાય. ઇશ્વર પર શ્રદ્ધા રાખીને નિષ્કામ કાર્ય કરવું એ જ શ્રેષ્ઠતા છે. લોકહિત માટેના કાર્યમાં અવરોધો દૂર કરવાનું કામ પણ ધર્મનું છે. તેમણે માતા જીજાબાઈનું ઉદાહરણ આપ્યું કે જેમણે ગીતા વાંચીને છત્રપતિ શિવાજીને બાળમૂળ્ય ભણાવ્યા હતા.

ગોસ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે વિશ્વવિદ્યાલયો માટે ગીતાજ્ઞાન શાંતિ અને માનવીય મૂલ્યો માટે આધારરૂપ બની શકે છે. ધર્મ વિષયક ચિંતન-મંથન વિશ્વમાનવ કલ્યાણ માટે માર્ગદર્શક બની શકે છે. ભગવદ્ ગીતા કર્મયોગનું વિજ્ઞાન સમજાવે છે. તેમણે સરદાર પટેલના ઉદાહરણથી સમજાવ્યું કે તેઓ ગીતા અધ્યાય ૨નો શ્લોક ૫૦ પોતાના નીતિ સૂત્ર તરીકે માનતા હતા.

આ તકે સ્વામી કૃષ્ણાનંદજીએ યાત્રાની વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગીતાજ્ઞાનના ભાવને આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો જેથી ગીતાનું મહાત્મ્ય જનજન સુધી પહોંચે.

આ પ્રસંગે સહ સંયોજક શ્રેયસ્ય પટેલ, સુભાષ મહિલા કોલેજના આચાર્ય પ્રો. બલરામ ચાવડા, કેશોદના સમાજીક અગ્રણી ઉમેશભાઈ હાંસલિયા, સંસ્કૃત ભારતીના ઉપાધ્યક્ષ ડો. ચેતન ત્રિવેદી, વિવિધ વિભાગીય વડાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાઇફ સાયન્સ વિભાગના વડા પ્રો. સૂહાસ વ્યાસે સંભાળ્યું હતું.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ