ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે “સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ” જાગૃતિ સેમિનાર યોજાયો.

જૂનાગઢ, તા. ૨૪/૦૯/૨૦૨૫ – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તમામ અનુસ્નાતક ભવનના અધ્યક્ષો, ડાયરેક્ટરશ્રી, અધ્યાપકો, વિભાગીય અધિકારીઓ અને ભવનના વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં સ્વાવલંબી ભારત જાગૃતિ શિબીર યોજાયું. કાર્યક્રમનું અધ્યક્ષત્વ યુનિવર્સિટી કુલપતિ પ્રો. પ્રતિપસિંહ ચૈાહાણે સંભાળ્યું.

મુખ્ય ઉદ્દેશ અને સંદેશા

સેમિનારમાં મુખ્ય અતિથી અને સાવરકુંડલા વિધાયક મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધતા જણાવ્યું કે,

  • “સ્વદેશી અપનાવો – આત્મનિર્ભર ભારત” થીમ હેઠળ મેક ઈન ઈન્ડિયા સિદ્ધાંતોને આત્મસાત કરીને દેશને મજબૂત બનાવવા આહવાન.

  • યુવાનોને તેમની ક્ષમતા દ્વારા આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં સહાયરૂપ થવા માટે પ્રોત્સાહન.

  • વડાપ્રધાનના શબ્દોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લમ્સ છે, પરંતુ બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે.”

કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણના સંદેશા

  • ભારતીય જ્ઞાનપ્રણાલીમાં આરોગ્ય, વિજ્ઞાન, ગણિત, દર્શનશાસ્ત્ર સહિત વિવિધ વિષયોનું શ્રેષ્ઠ જ્ઞાન સંગ્રહિત છે, જે યુવાનોના નવા સ્ટાર્ટઅપ્સ માટે મજબૂત પાયો બનશે.

  • સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ દ્વારા અત્યાર સુધી અંદાજે ૧૭.૯૦ લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી.

  • ટુ-ટાયર અને થ્રી-ટાયર સિટીમાં દર વર્ષે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે.

  • સ્ટાર્ટઅપ્સ દ્વારા સ્વદેશી, આત્મનિર્ભરતા, ઈનોવેશન, રોજગારી સર્જન અને એન્ટરપ્રાઇઝીંગને વેગ મળશે.

યુવાનો માટે પ્રેરણા

  • જુનાગઢની દિકરી અને રાધા મહેતાએ યુવાનોને જણાવ્યું કે, “હર ઘર સ્વદેશી, હર ધર સ્વદેશી” મંત્ર સાથે આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાવું જરૂરી છે.

  • રાધા મહેતાએ ભારતના વૈવિધ્યસભર લોકકલા, લોકવારસો અને પ્રાચીન પરંપરાઓને સ્વદેશી સાથે કેવી રીતે જોડાવી શકાય તે અંગે માહિતગાર કર્યું.

કાર્યક્રમનું સંચાલન અને સમાપ્તિ

  • કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના સ્વદેશી ભારત અભિયાન સંકલનકાર ડૉ. પરાગ દેવાણીએ કર્યું.

  • સમાપ્તિ સમયે યુનિ.ના રજીસ્ટ્રાર મયંક સોનીએ દર્શાવ્યું કે, સ્ટાર્ટઅપ્સ અને યુવાનોના ઈનોવેટીવ આઇડિયા વિકાસ માટે શક્તિશાળી મંચ છે.

  • સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને મેક ઈન ઇન્ડિયા જેવી પહેલો દ્વારા વિકસિત ભારતના યુવાનોનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

📍 અહેવાલ – નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ