ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ. વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે ડેનિસ રાજુલ ની બિન હરીફ વરણી કરાઇ.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી કરવામાં આવી હતી . દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે મીના બેન વસાવા દ્વારા રાજીનામું અપાતા વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી હોય જેને લઇ આજરોજ 11 કલાકે ઝઘડિયા તાલુકા પંચાયતમાંથી આવેલ અધિકારી ઉત્પન પટેલ તેમજ દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ટલાટી ઉદેસિંહ વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા ,તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ પંચાયતના તમામ સભ્યોના સર્વેનુંમતે ઉપ-સરપંચ તરીકે ડેનિશભાઈ મધુસુદન રાજુલની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપસરપંચ તરીકે તેઓને નિયુક્તિ થતા સરપંચ તેમજ તમામ સભ્યો દ્વારા તેઓને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા .અને તેઓના સમર્થકોમાં હર્ષ ની લાગણી છવાઈ હતી . ત્યારબાદ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ગ્રામ પંચાયત ખાતે દોડી આવી તમામ લોકોએ નવનિયુક્ત ઉપ-સરપંચને અભિનંદન પાઠવ્યા હતા. અને ઉપસરપંચ ડેનિશભાઈ દ્વારા ગામ પંચાયતના સરપંચ તેમજ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)