ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પત્તાપાનાનો જુગાર ઝડપી લીધો.

ભરૂચ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રુંઢ (ભાલોદ) ગામે જુની દુધ ડેરી પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ આરોપીઓને કુલ રૂપિયા ૧૩,૩૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળા દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગઅલગ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા સઘન કામગીરી હાથ ધરી હતી,

દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ આર.કે.ટોરાણી ટીમ સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રુંઢ (ભાલોદ) ગામે જુની દુધ ડેરી પાછળ આવેલ ખુલ્લી જગ્યામા બેસીને કેટલાક ઇસમો પૈસાથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરીને ઘટના સ્થળેથી કુલ રૂપિયા ૧૩,૩૮૦/- ના મુદ્દામાલ સાથે નારણભાઇ સોમાભાઇ માછી રહે. ભાલોદ તા.ઝઘડિયા, સોમાભાઇ રણછોડભાઇ વસાવા રહે. રુંઢ (ભાલોદ) તા.ઝઘડિયા, ગોપાલભાઇ મોહનભાઇ માછી રહે.ભાલોદ તા.ઝઘડિયા, નટવરભાઇ જેન્તીભાઇ વસાવા રહે.રુંઢ (ભાલોદ) તા.ઝઘડિયા તેમજ રાહુલભાઇ બાબુભાઇ વસાવા રહે. રુંઢ (ભાલોદ) તા.ઝઘડિયા જિ. ભરૂચનાને ઝડપી લઇને રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)