ભરૂચ: વરલી મટકા જુગાર રમતા બે ઝડપાયા, ₹12,060 રોકડ સહિત પોલીસની કાર્યવાહી

ભાવનગર, તા. ૨૮ એપ્રિલ ૨૦૨૫:
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહુવામાં વરલી મટકાના આંકડાનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડ્યા છે, જયારે એક આરોપી ફરાર છે. ઘટનાસ્થળેથી કુલ ₹12,060 રોકડ, જુગારની ચીઠ્ઠી સહિતના સાહિત્યનો જપ્ત મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાની ટીમે અંજામ આપી હતી.

મહુવા શહેરના નવા ઝાપા વિસ્તારમાં, અર્બન હોસ્પિટલ નજીક બંને આરોપીઓ—

  1. યાકુબભાઇ બાપુભાઇ જેજા (ઉ.વ. ૫૫)
  2. માફિજુલભાઇ ગુલામભાઇ શેખ (ઉ.વ. ૩૭)
    જાહેરમાં વરલી મટકાના આંકડાની હાર-જીતની સાટ માટે રકમ લેતાં ઝડપાયા હતા. ત્રીજો આરોપી ભયલુભા મહાવિરસિંહ ચુડાસમા ફરાર છે.

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારપ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા અને પ્રવિણભાઇ ગળચર દ્વારા સુચિત અને ઝડપથી કરવામાં આવી.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર