ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ.

જૂનાગઢ તા.૧૭- ભવનાથ તળેટી વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો જોડાય છે. ત્યારે આ મેળા દરમિયાન જાહેર આરોગ્ય નુકસાન ન થાય તેવા હેતુસર પીવાના પાણી માટે માટે અલગ રાખેલ પાણીમાં ગંદકી ન થાય, જાહેર આરોગ્ય જળવાઈ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે ભવનાથ વિસ્તારમાં લોકોને પીવા માટેનુ પાણી દૂષિત થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જૂનાગઢને અને તેમના દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓને આ કામગીરી માટે દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. તે મુજબનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)