દ્વારકા: ભાટિયા નજીક હાઇવે પર મીઠા ભરેલા ટ્રકનું અકસ્માત સર્જાયું. ટ્રક પલટી ખાઈ જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. આ અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિકને સરળ બનાવવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કર્યું હતું. ઘટનાસ્થળે 108એ પણ પહોંચીને ઘટના અંગે તાત્કાલિક સારવાર અને મદદ પૂરી પાડી હતી.
હાલ પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે કાર્યવાહી કરી રહી છે.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા