155 ઉપરાંત વડીલોનું પૂજન તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા કરવામાં આવ્યું,
આ કાર્યક્રમમાં ભાવના સભર દ્રશ્ય જોવા મળ્યા,
કેશોદના બાયપાસ પર આવેલ ન્યુ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ તકે કેશોદના લોકપ્રિય ધારાસભ્ય દેવા માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત માં ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખ નું સન્માન સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના સંસ્થાના મંત્રી દિનેશભાઈ કાનાબાર આર પી સોલંકીદ્વારા કરવામાં આવેલ મહેમાનો નું શબ્દોથી સ્વાગત પ્રમુખ મહાવીર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ વસુદેવ કુટુંબ અને માતૃદેવો પિતૃદેવોની ભારતીય સંસ્કૃતિમાં રહેલ અમૂલ્ય પારિવારિક સંબંધોનું સંવર્ધન થાય તથા તે ભવ્ય સંસ્કાર આવનારી પેઢીમાં પ્રસ્થાપિત થાય તેવા એક મુહિમ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન દિવસની પૂર્વે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ તારીખ 9 ફેબ્રુઆરી 2025 ના રોજ ન્યુ એરા ના પરિસરમાં તે સંસ્થાના જ સૌજન્યથી વડીલ વંદના નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં આ વિસ્તારના જાણીતા ભાગવતાચાર્ય શ્રી પ્રશાંત શાસ્ત્રીજી-વિનય આશ્રમ કેશોદ દ્વારા શાસ્ત્રોત વિધિથી પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું. જેમાં 155 જેટલા વડીલોનું તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોક વિધિથી આરતી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડીલો અને સંતાનોના સંબંધોને અનુરૂપ પ્રસંગિક પ્રવચન માટે રાજકોટથી પધારેલ નિવૃત્ત આચાર્ય શ્રી વી.ડી. વઘાસીયા સાહેબ દ્વારા ખૂબ સરસ પ્રવચન આપવામાં આવ્યું હતું .તથા આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ન્યૂરા એકેડમીના ધોરણ 9 ની બાળાઓ દ્વારા વડીલોની વ્યથા નામનું ખૂબ સરસ નાટક ભજવવામાં આવ્યું હતું…,
આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ ગાનથી કરવા આવી હતી ત્યાર બાદ વડીલોના બાળપણ યાદ કરાવતી વિવિધ દેશી રમતો , જીતેન્દ્ર ધોળકિયા, આર પી સોલંકી, ડો સ્નેહલ તન્ના,જગમલભાઈ નાંદાણીયા દ્વારા રમાડવામાં આવી હતી, દરેક વિજેતા વડીલોને મોમરન્ટો આપવામાં આવ્યા હતા..
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ
કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક સંદીપ ઠકરાર , કાળુભાઇ ઠકરાર વિજય મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)