ભારતીય ઇંગ્લીશ દારૂ અને બિયર સાથે ઇસમ ઝડપાયો, ₹42,725નો મુદ્દામાલ કબ્જે.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ અને બીયરના મોટા જથ્થા સાથે એક ઇસમને રંગે હાથ પકડી લીધો છે. રૂ.42,725 ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતો આરોપી તળાજાના સરતાનપર ગામેથી ઝડપાયો છે.


પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને એસ.પી. ડો. હર્ષદ પટેલના સુચન અનુસાર, એલ.સી.બી. ટીમ દારૂ તેમજ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બંધ કરવાની દિશામાં સતત કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ તળાજા વિસ્તારમાં રેઇડ હાથ ધરવામાં આવી.

આરોપીઓનું વર્ણન: પકડાયેલ: દિનેશભાઈ વેજાભાઈ વેગડ (ઉ.વ. 30) – રહે. સરતાનપર, તળાજા

ફરાર: મયાભાઈ મનાભાઈ મકવાણા – રહે. દકાના, તળાજા

  1. કબ્જે કરાયેલ દારૂનો જથ્થો: વ્હાઇટ સ્વાન ગ્રીન એપલ વોડકા (750ml) – 6 બોટલ – ₹7,800
  2. ગ્રીન લેબલ વ્હીસ્કી (180ml) – 87 બોટલ – ₹23,925
  3. 8PM સ્પેશિયલ રેર વ્હીસ્કી (180ml) – 15 બોટલ – ₹4,125
  4. કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર (500ml) – 30 ટીન – ₹6,600
    કુલ મુદ્દામાલ: ₹42,450

કામમાં જોડાયેલ સ્ટાફ: પો.ઇન્સ્પેકટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ

અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, પ્રવિણભાઈ ગળસર, તરૂણભાઈ નાંદવા

આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભાવનગર પોલીસ દારૂની હેરાફેરી સામે ગેરવહાનગી સહન નહીં કરે અને આવા ગુનાઓ પર નક્કર પગલા લેશે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર