ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટાપાયે દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે શીવાજી સર્કલ નજીક ત્રિલોચન સોસાયટીના ખૂણેથી એક લાલ કલરની મારૂતિ ઇકો કારમાંથી ભારતીય બનાવટની 312 સીલપેક દારૂની બોટલ ઝડપી હતી, જેના બજારમૂલ્ય લગભગ ₹2,58,336 થાય છે. સાથે જ ઇકો કારનો અંદાજિત કિંમત ₹1 લાખ હોવા ગુણે કુલ ₹3,58,336નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા એસ.પી. ડો. હર્ષદ પટેલના સૂચન ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે **હાર્દિક દુલાભાઈ ગોહિલ (ઉ.વ. 22, રહે. મફતનગર)**ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો છે.
દારૂની બોટલો ઉપર “ફોર સેલ ઇન પંજાબ ઓનલી” લખેલ હોવાથી શક્ય છે કે દારૂ પંજાબમાંથી વિદેશી રીતે લાવવામાં આવી હતી.
આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો નોંધાઈ આગળની કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે.
આ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ બાવકુદાન કુંચાલા, વનરાજભાઈ ખુમાણ અને માનદિપસિંહ ગોહિલે કામગીરીને સફળ બનાવી હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર