ભાવનગર
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, નિકુલભાઇ હિપાભાઇ ઉલવા તથા હાર્દીકભાઇ ભરતભાઇ રબારી તથા રોહીતભાઇ નાનુભાઇ રબારીએ સંયુક્ત રીતે ભાગમાં નીકુલભાઇ હીપાભાઇ ઉલવાની સિહોર,શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે.
જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો તથા બિયર ટીન સાથે હાજર મળી આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ :- બ્યુરો રીપોર્ટ ગુજરાત