ભારતીય સંસ્કૃતિનો સર્વ શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ..

ડભોઇ દર્ભાવતિ નગરીમાં લગ્ન સહિતના અનેક શુભકાર્યો સાથે અખાત્રીજની ઉજવણી

ભારતીય સંસ્કૃતિમાં સર્વ શ્રેષ્ઠ મનાતા આજના અખાત્રીજના પવિત્ર દિવસે લગ્ન કરવા સહિતના પુણ્ય કાર્ય, શુભ કાર્યો, તેમજ સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

અખાત્રીજના દિવસે વિશેષ મુહૂર્ત જોવાનું હોતું નથી. જગતના તાત ખેડૂતોએ આ વર્ષે વરસાદ કેવો આવશે તેનું અનુમાન કર્યું હતું અને ખેતરોમાં જઈ ખેતર ખેડી શુભ શરૂઆત કરીને પગે લાગી સારા પાક મળી રહે તે માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ગાડીઓ પણ આજે ખરીદવા માટે શો રૂમ ઉપર લોકો ઉમટી પડ્યા હતા.

ડભોઈ નગર તેમજ તાલુકામાં આજે અસંખ્ય લગ્નો તેમજ અન્ય ગ્રહનાં કાર્યક્રમો યોજાયા હતા. તેમજ કેટલાક વેપારીઓએ નવો કારોબાર આજથી શરૂકર્યો હતો

આજે આકાશમાં સૂર્ય અને ચંદ્રનો ઉદય અસ્ત સ્થાન જોઈને તેમજ વાદળ અને પવનની દિશા ઓ નો અભ્યાસ કરીને આ વર્ષે વરસાદ કેવો આવશે તેનું તારણ કરવામાં આવે છે ધાર્મિક જાણકારોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. યુગાદિતિથી પણ તમામ પ્રકારના પુણ્યકાર્યો કરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે આ દિવસે વર્ષનો વચલો દિવસ પણ કહેવાય છે આજે કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે. આજે ચોઘડિયા મુજબ લોકોએ સોનું ખરીદ્યું હતું એટલે કે લગ્નના ઘરેણાં ખરીદ્યા હતા. તો વળી કેટલાક લોકોએ સોનાની લગડીઓ ખરીદી હતી. આમ આજે સોના ચાંદીના બજારોમાં પણ સારા પ્રમાણમાં ઘરાકી જોવા મળી હતી. કાળઝાળ ગરમીમાં પણ લોકોએ લગ્નનો લાહવો પણ લીધો હતો અને એક તરફ લગ્ન કરવા પંડિતો વ્યસ્ત થયા હતા તો બીજી તરફ બ્રાહ્મણો પણ સવારથી વિવિધ વર્ગના લોકો દ્વારા કરતા ઉદઘાટનનો પૂજા-પાઠ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

અખાત્રીજના દિવસે ધરતી પુત્રોએ નાના ભૂલકાં ના હાથે ધરતીમાતાની પૂજા અર્ચના કરી જે તસવીરમાં નજરે પડે છે.

 

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)