ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસની માનવતા: કઠોદરાના વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષા માટે સમયસર પહોંચાડી આપ્યું સહારું

સુરત: શહેરમાં મંગળવારે ભારે વરસાદને કારણે જાહેર જીવન ખોરવાઈ ગયું હતું. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે પણ સુરત પોલીસની સતર્કતા અને સેવાનિષ્ઠા ફરી એકવાર સાબિત થઈ.

સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક તાત્કાલિક કોલ મળ્યો હતો, જેમાં કઠોદરા ગામના એસ.આર.પી. રેસિડेंसी ખાતે રહેતા ધોરણ ૧૨ના વિદ્યાર્થીએ મદદની અપીલ કરી હતી. વિદ્યાર્થીએ જણાવ્યુ હતું કે કતારગામ ખાતેના બોર્ડના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનું છે પરંતુ ભારે વરસાદ અને રસ્તા પર ભરાયેલા પાણીના કારણે જવા માટે માર્ગ બંધ થયા છે.

વિદ્યાર્થીની આ અપીલ બાદ લસકાણા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન તાત્કાલિક સ્થળ પર પહોંચેલી અને પોલીસકર્મીઓએ વિદ્યાર્થીને સમયસર કતારગામના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી એક પ્રશંસનીય માનવતાપૂર્વકની કામગીરી કરી.

અન્ય અકસ્માત કે કોઈ મુશ્કેલી વિના વિદ્યાર્થીઓનું અભ્યાસ અને ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે સુરત પોલીસની આવી કામગીરી ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

અહેવાલ : – બ્યુરો રિપોર્ટ