સુરત :
ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે. સુરતથી પસાર થતી અને ઉપડતી 56 ટ્રેનોને અસર પહોંચી છે તો રદ કરવામાં આવી છે. મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે. જેના પગલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા.
ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે.મધ્ય ગુજરાતમાં 10 વર્ષ પછી વડોદરા શહેરના 80 ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રેન વ્યવહાર ખોરંભે ચડી ગયો છે. જેથી અપડાઉન કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે. તો ઘણા મુસાફરો બસનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)