પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપ થી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
- ટ્રેન નંબર 09555/09556 ભાવનગર-બનારસ-ભાવનગર “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનમાં ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 22.01.2025, 16.02.2025 અને 20.02.2025ના રોજ તથા બનારસ સ્ટેશનથી 23.01.2025, 17.02.2025 અને 21.02.2025ના રોજ 2 સ્લીપર અને 2 થર્ડ એસી ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે.
- ટ્રેન નંબર 09591/09592 વેરાવળ-બનારસ-વેરાવળ “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનમાં, વેરાવળ સ્ટેશનથી 22.02.2025ના રોજ અને બનારસ સ્ટેશનથી 24.02.2025ના રોજ 2 વધારાના સ્લીપર ક્લાસ કોચ લગાવવામાં આવશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)