ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ્દ રહેશે.

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો એક-એક દિવસ માટે સંપૂર્ણપણે રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

  1. 25 ફેબ્રુઆરી, 2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ રહેશે.
  2. 27 ફેબ્રુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ આસનસોલથી ચાલવા વાળી આસનસોલ-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન (12942) સંપૂર્ણપણે રદ રહેશે.
  3. 24 ફેબ્રુઆરી, 2025 (સોમવાર)ના રોજ વેરાવળથી ચાલવા વાળી વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેન (12945) સંપૂર્ણપણે રદ રહેશે.
  4. 26 ફેબ્રુઆરી, 2025 (બુધવાર)ના રોજ બનારસથી ચાલવા વાળી બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન (12946) સંપૂર્ણપણે રદ રહેશે.
    રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો ટ્રેનોના નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)