ભાવનગર એલ.સી.બી. દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો રૂ. 77,658 નો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી ફરાર

ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ મળી કુલ રૂ. 77,658 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે આરોપી ફરાર છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના સુચનાના અનુસંધાને કરાઇ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા તથા એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.

બાતમી અનુસાર, પ્રદિપભાઈ ઉર્ફે પપ્પુ હર્ષદભાઈ રાઠોડ રહે. આનંદનગર રોડ, આડોડિયાવાસ, ભાવનગર પોતાની રહેણાંક જગ્યાએ રાજસ્થાન તથા પંજાબ માટે મર્યાદિત વેચાણ માટેના દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

રેઇડ દરમિયાન મળેલ મુદ્દામાલ:

  • ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી: 180 ML કંપની સીલપેક બોટલ – 174 બોટલ, કિંમત રૂ. 47,850/-

  • સીગ્રામ્સ રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી: 750 ML કંપની સીલપેક બોટલ – 36 બોટલ, કિંમત રૂ. 29,808/-

  • કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 77,658/-

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા તથા માનદિપસિંહ ગોહિલની ટીમે ઝડપભેર અમલમાં મૂકી હતી.

આરોપી પ્રદિપભાઈ રાઠોડ હાલમાં પકડવાના બાકી છે અને પોલીસ દ્વારા તેના પર સઘન તપાસ ચાલુ છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર