ભાવનગર જિલ્લામાં જુગાર તથા દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ) અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબના સુચનાને અનુસરીને, ભાવનગર **લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)**એ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે.
તા. 23/08/2025ના રોજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નારી ગામે મામાદેવના મંદિર સામે છપ્પનીયા વિસ્તારમાં રેઇડ કરી હતી.
અહીં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે ગોળ વળીને ગંજીપત્તાના પાનાં પર પૈસે હારજીતનો હાથકાંપનો જુગાર રમતા કુલ 13 ઇસમોને પોલીસએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
આરોપીઓમાં મોટાભાગે હીરા ઘસવાનો ધંધો કરતા તેમજ મજૂરી કરતા લોકોનો સમાવેશ થાય છે. તમામ 13 આરોપીઓ ભાવનગર શહેર તથા નારી ગામના રહીશો હોવાનું સામે આવ્યું છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલ
ગંજીપત્તાના પાનાં – 52 નંગ
રોકડ રકમ – રૂ. 57,400/-
પ્લાસ્ટિકનો કંતાનનો સલાખો
👉 કુલ કબ્જે થયેલો મુદ્દામાલ : રૂ. 57,400/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, માનદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ અને ઉમેશભાઇ હુંબલનો સક્રિય ફાળો રહ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
📍 અહેવાલ : સતાર મેતર, ભાવનગર