ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં જુગાર રમાતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના સ્ટાફે ઝડપી કાર્યવાહી કરીને જાહેર સ્થળે હાથકાપનો જુગાર રમતા 9 ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, તા. 15 મેના રોજ ભાવનગરના પ્રભુદાસ તળાવ નજીક હનુમાનજી મંદીર પાછળ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાનાંથી હારજીતનો હાથકાપનો જુગાર રમાતા હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે રેઇડ કરી હતી. ઘટનાસ્થળેથી રૂ. 1,05,400 રોકડ રકમ તેમજ ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂ. 1.05 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકાયેલા આરોપીઓ:
સતીષભાઈ મકવાણા, જનક ગોહેલ, કાસમ શેખ, જાહિદ સીદાતર, હરેશ મકવાણા, અશ્વિન મકવાણા, ચિરાગ મજેઠીયા, કાનાભાઈ વાઘેલા અને અતુલ પરમાર – આમ કુલ 9 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સ્ટાફની કામગીરી:
આ સફળ કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંચાલા, વનરાજ ખુમાણ, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ, કેવલ સાંગા અને જયદિપસિંહ ગોહીલની ટીમ દ્વારા અંજામ અપાઈ હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર