ભાવનગર
રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નં.1ની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે તા.11.07.2024 સુધી તાત્કાલિક અસરથી રેલ ટ્રાફિકને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 11.07.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 09.07.2024 થી 12.07.2024 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)