ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ભાવનગર દ્વારા ગોપનાથ ખાતે સામાન્ય સભા સાથે શૈક્ષણિક સજ્જતા સેમિનાર સુપેરે સંપન્ન.

ભાવનગર જિલ્લાના તમામ સ્વનિર્ભર શાળાનાં સંચાલકો માટે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ભાવનગર દ્વારા તથા તળાજા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના યજમાનપદે તા. ૨૯/૦૮/૨૦૨૫, શુક્રવારના રોજ બપોરે ૦૨:૩૦ કલાકે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે “આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ” વિષય અંતર્ગત જિલ્લા કક્ષાનો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પરેશભાઈ ભટ્ટ (ડાયરેક્ટર, ઘી એડવાઈઝર એન્ડ આસિસ્ટ – અમદાવાદ) વિશેષ ઉપસ્થિત રહી શિક્ષણક્ષેત્રે અગત્યનું માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે માન. દિગ્વીજયસિંહ ગોહિલ (પ્રમુખ, ભાવનગર જિલ્લા ભા.જ.પા), માન. ગૌતમભાઈ ચૌહાણ (ધારાસભ્ય, તળાજા), માન. મનસુખભાઈ નાકરાણી (ફાઉન્ડર ટ્રસ્ટી, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ – ભાવનગર) તથા ડૉ. જે.પી. મૈયાણી (સેક્રેટરી, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ – ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.

તે ઉપરાંત અવિનાશભાઈ પટેલ (ઉપાધ્યક્ષ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ – ગુજરાત) અને મનહરભાઈ રાઠોડ (મહામંત્રી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ – ગુજરાત) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન ભાવનગર જિલ્લા મંડળ તથા ગુજરાત મહામંડળનાં હોદ્દેદારો તેમજ ઝોન કક્ષાના હોદ્દેદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંદાજે ૫૦૦ કરતાં વધુ સંચાલકો/ટ્રસ્ટીઓની હાજરીમાં કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.

પ્રમુખ દિગ્વીજયસિંહ ગોહિલ અને ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે સંચાલક મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી સાથે સહકારની ભાવના વ્યક્ત કરી હતી. અન્ય મહાનુભાવોએ પણ શિક્ષણ અને સંગઠન સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લા પ્રમુખ પી.કે. મોરડિયા તથા મહામંત્રી વિપુલભાઈ ચૌહાણે તળાજા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ટીમને મોમેન્ટો આપીને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્દેદારો, ચેરમેન વૈભવભાઈ ચૌહાણ, પ્રમુખ ગોરધનભાઈ ચુડાસમા તથા તળાજા ટીમના તમામ હોદ્દેદારોનો ખાસ યોગદાન રહેલો.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર