ભાવનગર ખાતે મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે સ્પોર્ટ્સ અવેરનેસ સેલિબ્રેશન-2025 અંગે કલેક્ટર કચેરી ખાતે કમિશનર એન.કે. મીણા અને જિલ્લા કલેક્ટર ડૉ. મનિષ કુમાર બંસલ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
કમિશનર એન.કે. મીણાએ જણાવ્યું કે દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. તે અનુસંધાને ભાવનગર જિલ્લામાં 29 થી 31 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય રમતગમત અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
મુખ્ય કાર્યક્રમો :
29 ઓગસ્ટ : ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર ખાતે વિવિધ રમતગમતની સ્પર્ધાઓ
30 ઓગસ્ટ : સ્પોર્ટ્સ ડિબેટ, ફિટનેસ ટોક્સ, રમત વિષયક સેમિનાર અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ રમતોનું આયોજન
31 ઓગસ્ટ : મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા Fit India Movement અંતર્ગત “Sunday on Cycle” સાઇકલ રેલીનું આયોજન (સવારે 6 વાગ્યે ગુલિસ્તા થી શરૂ – સેન્ટ્રલ સોલ્ટ, દિલ બહાર પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નીલમબાગ, કાળાનાળા થઈ ગુલિસ્તા પરત)
આ કાર્યક્રમોમાં માનનીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ, સ્પોર્ટ્સ ક્લબ, સાઇકલિસ્ટ, NGOs, યુથ બોર્ડ, ખેલાડીઓ, પોલીસ-ફાયર તંત્ર તેમજ રમતપ્રેમીઓ જોડાશે.
કલેક્ટર ડૉ. મનિષ કુમાર બંસલનું નિવેદન :
કલેક્ટરે જણાવ્યું કે રમતો સાથે સાથે ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા પણ યોજાશે.
રાજ્યના 29 જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ પંડાલોની પસંદગી કરવામાં આવશે.
પ્રથમ ક્રમે આવેલ પંડાલને રૂ. 5 લાખ, બીજા ક્રમે રૂ. 3 લાખ, ત્રીજા ક્રમે રૂ. 1.5 લાખ તેમજ 5 પ્રોત્સાહક પંડાલોને રૂ. 1 લાખના પુરસ્કારો આપવામાં આવશે.
પંડાલની પસંદગીમાં શણગાર, સામાજિક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા, દેશભક્તિ, સ્વદેશી અભિગમ, ટ્રાફિક વ્યવસ્થા અને પ્રવૃત્તિઓના માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવશે.
ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તથા dydobvr.blogspot.com પરથી મેળવી 28 ઓગસ્ટ, 2025 બપોરે 12 વાગ્યા સુધી જમા કરાવવા રહેશે.
ઉપસ્થિતિ :
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, ડેપ્યુટી કમિશનર, સમિતિના સભ્ય-સચિવ નરેશકુમાર ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર તથા મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
📌 અહેવાલ : સતાર મેતર, ભાવનગર